પેટીએમ દ્વારા નાણાં મોકલ્યા છે પરંતુ રીસીવરને તે મળ્યાં નથી? ચિંતા કરવાની કોઈ જરૂર નથી

અમે, પેટીએમ ખાતે, સૌથી વધુ સીમલેસ ડિજિટલ પેમેન્ટસ સિસ્ટમ પૂરી પાડવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસ કરીયે છીએ.પેટીએમ દ્વારા, તમે તમારા મિત્રો / કુટુંબીજનોને નીચે જણાવેલ રીતો દ્વારા ફંડ ટ્રાન્સફર કરી શકો છો:

  1. પેટીએમ વોલેટ થી પેટીએમ વોલેટ

2.પેટીએમ વોલેટ થી બેંક એકાઉન્ટ

3. પેટીએમ પેમેન્ટ્સ બેંક એકાઉન્ટથી અન્ય બેંક એકાઉન્ટ

4. UPI દ્વારા લિન્ક્ડ બેંક એકાઉન્ટ થી અન્ય બેંક એકાઉન્ટ/VPA

અમે તમામ ટ્રાન્ઝેક્શન તરત જ પ્રોસેસ કરીએ છીએ અને 99.9% કેસોમાં, રીસીવર તે જ સમયે નાણાં મેળવે છે

જો રીસીવરને પૈસા ન મળ્યાં હોય, તો અમે સૌ પ્રથમ તમને તે ચકાસવા ભલામણ કરીએ છીએ કે શું તમે યોગ્ય રીસીવરને પૈસા ટ્રાન્સફર કર્યા છે. જો નહિં, તો અહીં તમે પોતાને કેવી રીતે મદદ કરી શકો તે જાણો

જો તમે રીસીવરની વિગતો બરાબર દાખલ કરી છે પરંતુ રીસીવરને પૈસા મળ્યા નથી, તો આ એક દુર્લભ કેસ હોઇ શકે છે જેમાં તમારું ટ્રાન્ઝેક્શન અટકી ગયેલ છે અને તે રિકન્સિલિએશન સાઈકલમાંથી પસાર થશે.વધુ વિગતો જાણવા માટે, કૃપા કરીને નીચેના બ્લોગ્સનો સંદર્ભ લો:

  1. પેટીએમ વોલેટ/ પેટીએમ પેમેન્ટ્સ બેંક એકાઉન્ટ થી અન્ય બેંક એકાઉન્ટ

2. UPI દ્વારા લિન્ક્ડ બેંક એકાઉન્ટ થી અન્ય બેંક એકાઉન્ટ/VPA